-->

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

હેતુ :આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ



પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.આ યોજના એક વર્ષના જીવનવીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. ૩૦ જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

યોગ્યતા: બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી ૧૮ થી પ૦ વર્ષ ની વ્યક્તિ લાભ લઇ શકે. ૫૫ વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે પપ વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

ફાયદા: 
સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ રૂ ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.

કાર્યપધ્ધતિ:ઉપરોક્ત યોજના નીચે રક્ષણ ના સમયગાળા માટે ૧લી જુન થી ૩૧મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ 3. ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે ૩૧મી મે સુધીમાં જરૂ આપવાની રહેશે, જે પહેલા વર્ષને લાગુ પડશે નહી. નિયત સમય પછી નોં રી વાર્ષિક પ્રિમિયમ તેમજ સારા આરોગ્ય અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર స్థా? જના નીચે રક્ષણ મેળવવું શક્ય રહેશે.

અમલીકરણઓ: જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.
અટલ પેન્શન યોજના

હેતુઓ
અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.

યોગ્યતા/પાત્રતા: ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે:અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ.
તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઇએ/ખોલાવવું જોઇએ.

નોંધ:
સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી.

ફાયદાઓ: પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત:ઉંમર વધવાની સાથે આવકની ક્ષમતામાં ઘટાડો.
નવા વિભક્ત પરિવાર બનતા આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર.
૬૦ વર્ષની વય રૂ ૧૦૦૦ થી પ૦૦૦ સુધી માસિક પેનશન મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક અને કે માસિક ફાળો ભરવાનો રહે છે.

કાર્યપદ્ધતિ:જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપર્ક કરવો અથવા જો અરજદારનું ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું.
બેંક ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેનશન યોજનાનું નોંધણી ફોર્મ ભરવું.
આધાર અથવા મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી, પરંતુ ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે.
માસિક/ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel